banner

Famous Places

 • રાજુલા વિસ્તાર ના પર્યટન સ્થાનો

  સૌરાષ્ટ્ર આમ તો સંતો અને મહાનુભાવુંઓની ભુમી કહેવાય છે અને તેમાં પણ રાજુલા વિસ્તારમાં ઘણા ધાર્મિક સ્થાનો આવેલા છે, જેમાં ઘણા તો ભારતભરમાં લોકપ્રિય છે જેની માહિતી અહીં દર્શાવેલ છે.

  • શ્રી વારાહ્સ્વરૂપ મંદિર

   શ્રી વારાહ્સ્વરૂપ મંદિર માટે એવું કહેવાય છે કે ભારત આખા માં બીજે કોઈ પણ જગ્યાએ વારાહ ભગવાન નું મંદિર નથી , આ એકજ એવું સ્થાન છે કે જ્યાં વારાહ ભગવાન બિરાજમાન છે. ખુબ દુર દુર થી લોકો અહીં દર્શન માટે આવે છે, અહીં મંદિર ની અંદર એક ભોયરું આવેલ છે જેના માટે એવું કહેવાય છે કે પૂરાણીક કાલ માં ભગવાન આ જગ્યા નો ઉપયોગ કરતા હતા , આ ભોયરા ની લંબાઈ આશરે એક કિલોમીટર જેટલી છે, અહીના સ્થાનિક લોકોએ મંદિર નો જીણોધાર કરીને ખુબજ સરસ મંદિર બનાવેલ છે, પર્યટન માટેનું આ એક લોકપ્રિય સ્થાન છે.

  • શ્રી ચાંચુડા મહાદેવ

   શ્રી ચાંચુડા મહાદેવ માટે એવું કહેવાય છે કે પાંડવો વનવાસ દરમ્યાન ફરતા ફરતા જ્યારે આ જગ્યાએ આવ્યા ને અહિયાં શિવલિંગ ની સ્થાપના કરી, ત્યારથી આજ સમય સુધી અહિયાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે.વર્ષો પેહલા અહી નજીક માં ચાંચ બંદર નામનું એક નગર હતું તેના રાજાએ આ મંદિર નો જીણોધાર કરાવીને સુંદર મંદિર બનાવ્યું, મંદિર ની આગળ દરિયા કિનારો આવેલ હોઈ મંદિર ની શોભામાં વધારો કરાવે છે, હાલ માં જ અહીના સ્થાનિક લોકોએ મંદિર નો ફરીથી જીણોધાર કરીને ખુબજ સરસ મંદિર બનાવેલ છે, પર્યટન માટેનું આ લોકપ્રિય સ્થાન છે, શ્રાવણ માસમાં અને શિવરાત્રી નાં દિવસે અહિયાં ભક્તો ની ખુબજ ભીડ જામે છે.

  • તપોવન ટેકરી

   વર્ષો પહેલા સંત શ્રી રાઘવદાસ બાપુ એ મીત્યાલા ગામ ની ભાગોળે , જાફરાબાદ ગામ થી એકાદ કિલોમીટર દુર આ જગ્યાએ આશ્રમ ની સ્થાપના કરી , જે આજના સમયે તપોવન ટેકરી નાં નામથી પણ ઓળખાય છે. ઉજ્જડ જગ્યા માં બાપુ એ હનુમાનજી મંદિર ની સ્થાપના કરી ને તે સાથે એક સુંદર બાગ પણ બનાવ્યો, આ સ્થળ ઉપર ભગવાન હનુમાનજીની આશરે ત્રીસેક ફૂટ ઉંચી મૂર્તિ નું બાંધકામ કરાવેલ છે, લોકો દુર દુર થી અહિયાં દર્શન માટે આવે છે, હાલ તો બાપુ હયાત નથી પણ તેમની અથાગ સેવા અને મહેનત ના કારણે લોકો ને સારા સ્થળ નાં દર્શન નો લાહાંવો મળે છે. ગુરુપુર્ણીમાં ના દિવસે અહિયાં ભક્તો ની ખુબજ ભીડ જામે છે.

  • પીપાવાવ ધામ

   રાજુલા થી આશરે વીસેક કીલોમીટર ના અંતરે પીપાવાવધામ આવેલ છે.પીપાવાવ ધામ નું મૂળ નામ ભગત પીપાજી મહારાજ નાં નામ પરથી પાડવામાં આવ્યું હતું.પીપાભગત મૂળ રાજસ્થાનના રાજા હતા. બારમેર જિલ્લો, સ્ટેટ ગઢ ગાંગરો, તેમનું મૂળ નામ પીપારાવ મહારાજ હતું. તેઓ સંત રામાનંદ સ્વામી ના શિષ્ય હતા. તેમના ધર્મ પત્ની નું નામ સીતાદેવી હતું. ભગત પીપાજી મહારાજ ગુજરાત આવ્યા અને સૌરાષ્ટ્ર માં પીપાવાવ ખાતે સૌ પ્રથમ અન્નક્ષેત્ર ની શરૂઆત કરી. મંદિર નું બાંધકામ સવંત 1976 કારતક સુદ બીજ ને શનિવાર તારીખ 25 ઓક્ટોમ્બર 1919 ના રોજ કરવામાં આવેલ.ભગત પીપાજી ને એકવાર ભગવાન રણછોડરાયએ સ્વપ્નમાં આવી ને કહેલ કે તમે જે ઝુપડી બનાવેલ છે તેની સામે એક લીમડા નું ઝાડ છે તેની એક ડાળ મીઠી છે. જેની નીચે એક પુરાય ગયેલ વાવ છે તે મારું સ્વરૂપ છે તમે તેને બહાર કાઢો અને મારી સ્થાપના કરો. એવું કહેવાય છે કે જે લોકો દ્વારકા નથી જઇ શકતા અથવા તો જેઓ જતા નથી જે અહિયાં દર્શન કરવા આવશે તેમને પણ દ્વારકા જેટલુ જ પુણ્ય મળશે. હાલ માં પણ લીમડા નું ઝાડ હયાત છે અને તેની એક ડાળ મીઠી છે. પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા તા-18.02.2011 ના રોજ સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ અન્નક્ષેત્ર ની શરૂઆત કરવા બદલ પીપાવાવ ધામ ને એવોર્ડ આપવામાં આવેલ.